મોરબી : બિપોરજોય વાવાઝોડાના કારણે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જે લોકોના ઘર અસુરક્ષિત જગ્યાએ હતા તેવા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આવા લોકોને બે ટાઈમ ભોજન બનાવવામાં તકલીફ ન પડે તે માટે મોરબી જિલ્લા વિહિપ, બજરંગ દળ દ્વારા સ્થળાંતરિત થયેલા લોકોને બે ટાઈમ ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લા વિહિપ બજરંગ દળની ટીમ દ્વારા બપોરે અને સાંજે બે ટાઈમ ગરમા ગરમ ભોજન બનાવીને સ્થળાંતરિત થયેલા લોકોને પહોંચાડવામાં આવી રહ્યું છે. બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ જગ્યાએ જઈને લોકોને બંને ટાઈમ ગરમાગરમ ભોજન પીરસવામાં આવી રહ્યું હોવાનું યાદીમાં જણાવાયું છે.