મોરબી: મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા શહેરમાં આગની ઘટનાઓ અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગે સરકારી કચેરીઓ, ઇન્ડસ્ટ્રીઝ અને રેસિડેન્શિયલ વિસ્તારોમાં જઈને કુલ 99 લોકોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપી હતી. તો બીજી તરફ ચેકીંગ દરમિયાન નોટિસો આપવામાં આવતા 185 કોમ્પ્લેક્સ અને 38 સમાજવાડીમાં ફાયર સિસ્ટમ લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.ટ્રેનિંગ અને અવેરનેસ ડ્રાઈવ:ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની યાદી મુજબ, ફાયર શાખા દ્વારા 02 સરકારી કચેરીના 28 કર્મચારીઓ, 02 ઇન્ડસ્ટ્રીઝના 21 લોકો અને રેસિડેન્શિયલ વિસ્તારોના 50 નાગરિકોને આગ લાગે ત્યારે બચાવ માટે શું કરવું તેની તાલીમ આપવામાં આવી છે.કડક કાર્યવાહી અને તેની અસર:ફાયર સેફ્ટીના ભાગરૂપે શહેરના વિવિધ કોમ્પ્લેક્સ, સમાજવાડી અને ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે બિલ્ડીંગો પાસે ફાયર NOC ન હતી, તેમને નોટિસ ફટકારવામાં આવી હતી.આ અગાઉ અપાયેલી નોટિસના સકારાત્મક પરિણામો જોવા મળ્યા છેમ 185 કોમ્પ્લેક્સ અને 38 સમાજવાડીમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી દેવામાં આવી છે અથવા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ફાયર સેફ્ટી અપ્રુવલ માટે આવેલી 04 નવી અરજીઓને આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છેરેસ્ક્યુ અને ઈમરજન્સી કામગીરી:છેલ્લા સમયગાળામાં મોરબી ફાયર વિભાગે 04 રેસ્ક્યુ કોલ અને 05 આગ લાગવાના બનાવોમાં કામગીરી બજાવી છે. ફાયરના જવાનોએ ફુલ PPE કીટ અને આધુનિક સાધનો સાથે આ ઓપરેશન પાર પાડ્યા હતા.ઈમરજન્સી સંપર્ક નંબર:નાગરિકોને કોઈપણ આગ કે દુર્ઘટના સમયે તાત્કાલિક મદદ મળી રહે તે માટે નીચેના નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે:● લૅન્ડલાઇન: (02822) 230050● ટોલ ફ્રી: 101 અને 112