ફાયરની ટિમ દ્વારા 5 ઇન્ડસ્ટ્રીઝમાં 154 જેટલા સ્ટાફનવા ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવીમોરબી : મોરબી ફાયર વિભાગની ટીમે પ્રિવેન્શનના ભાગ રૂપે સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગ નુ ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ હાથ ધરી ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસો ફટકારી છે. સાથે પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપી હતી. અગાઉ અપાયેલ નોટીસના પગલે ૧૫૮ કોમ્પ્લેક્ષ અને ૩૪ સમાજવાડીમાં ફાયરની સીસ્ટમ લગાવેલ તથા કામગીરી ચાલુ કરેલ છે. અને આ સમયમાં ૦૪ ફાયર સેફટી અપ્રુવલ માટેની અરજી આવેલ જે આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરેલ છે.મોરબી મહાનગરપાલિકા હસ્તક આવેલ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ સુધારા શેરી, સરદાર રોડ ખાતે આવેલ હતી. જ્યાં નવા ફાયર સ્ટેશન બિલ્ડિંગનું બાંધકામ ચાલુ કરેલ હોવાથી હંગામી ધોરણે કેસરબાગ એલ.ઈ. કોલેજ રોડ ખાતે શિફ્ટ કરેલ છે. આથી મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ને લગતી તમામ સુવિધા માટે કેસરબાગ એલ.ઈ. કોલેજ રોડ ખાતે સંપર્ક કરવાનો રહેશે.મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા તા.૩૦/૧૨/૨૦૨૫ થી ૦૫/૦૧/૨૦૨૬ સુધીમાં ૦૫ ઇન્ડસ્ટ્રીઝમાં ૧૫૪ માણસોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ. આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબીના લોકોને ફાયર સેફટી વિશે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા અને કોઈ પણ ઇમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય.મોરબીમાં ૦૧ રેસ્ક્યુ કોલ તથા ૦૫ જગ્યાએ આગ લાગવાના બનાવ હતા. આવી કોઈ દુર્ઘટના સમયે આપ મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસ - (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ અને ૧૦૧ તથા ૧૧૨ પર સંપર્ક કરી શકો છો. તેમ ચીફ ફાયર ઓફિસરની યાદીમાં જણાવાયું છે.