સરકીટ હાઉસ સામે પોલીસના કેમેરાની કમાન જોખમી બનતા જનતાના હિતમાં કરણીસેનાએ કરેલી પ્રસંશનીય કામગીરી મોરબી : મોરબીના મહારાણા પ્રતાપ સર્કલથી મહેન્દ્રનગર ચોકડીને જોડતા ટ્રાફિકથી ધમધમતા માર્ગ ઉપર પોલીસ કેમેરાની કમાન જનતા માટે જોખમી બની હોવાનો અહેવાલ મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થતા મોરબી શહેર - તાલુકા કરણીસેનાના આગેવાનોએ ક્રેઈંનની મદદથી આ જોખમી લોખંડી કમાન દૂર કરી જોખમ દૂર કર્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહારાણા પ્રતાપ સર્કલથી મહેન્દ્રનગર ચોકડીને જોડતા ટ્રાફિકથી ધમધમતા માર્ગ ઉપર પોલીસ કેમેરાની કમાન જનતા માટે જોખમી બન્યા બાદ આજે ભારે પવનમાં આ જોખમી કમાન વધુ જોખમી બનતા જીઇબી અને અન્ય તંત્રનો સહયોગ લઈ ક્રેઈંનની મદદથી મોરબી તાલુકા કરણીસેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજા, શહેર પ્રમુખ અશોકસિંહ ચુડાસમા અને તેમની ટીમે મોરબી અપડેટના અહેવાલ બાદ હટાવવાની કામગીરી કરી લોકો ઉપર જળુંબતુ જોખમ દૂર કરવાની પ્રસંશનીય કામગીરી કરી હતી.