લોકડાઉનના લીધે એડમિશન માટે વાલીઓ રૂબરૂ ન આવી શકતા હોવાથી નવયુગ ગ્રુપ દ્વારા ટેકનોલોજીની મદદથી ઉભી કરાય સરળ વ્યવસ્થા ( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના ખ્યાતનામ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં એડમિશન માટે લોકડાઉનને પગલે ટેકનોલોજીની મદદથી સરળ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં વાલીઓએ પોતાના સંતાનના એડમિશન માટે રૂબરૂ આવવાની જરૂર નથી. માત્ર એક ક્લિક ઉપર પોતાના સંતાનનું એડમિશન થઈ શકશે. મોરબી સહિત સમગ્ર દેશમાં કોરોનાની મહામારીના કારણે લોકડાઉન છે. ત્યારે ટેકનોલોજી સાથે હરહંમેશ જોડાયેલી રહેતી નવયુગ શૈક્ષણિક સંસ્થાએ નવતર સુવિધા ઉપલબ્ધ કરી છે. જેથી નવયુગ ગ્રૂપની સંસ્થામાં પોતાના બાળકના એડમિશન માટે લોકડાઉનને કારણે રૂબરૂ ન આવી શકતા વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી. હવે વાલીઓ નિશ્ચિંત થઈને ઓનલાઇન એડમિશન મેળવી શકે છે. નવયુગ શૈક્ષણિક સંકુલ - વિરપર (મોરબી), નવયુગ કરીઅર એકેડમી-મોરબી, નવયુગ વિદ્યાલય -મોરબી, નવયુગ Nios સ્ટડી સેન્ટર-મોરબી, નવયુગ કિડ્સ -મોરબી આ તમામમાંથી કોઈપણ યુનિટમાં એડમિશન મેળવવા ઇચ્છતા વાલીઓએ નીચેની લિંક પર જઈને એડમિશન ફોર્મ ભરીને SUBMIT પર ક્લિક કરવું. http://navyugeducationmorbi.com/admission-open/