મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની રજૂઆતની પગલે મચ્છુ ડેમ 3માંથી પિયત માટે પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાની ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતને ધ્યાને લેતા સરકારે મચ્છુ-3 ડેમ માંથી પાણી છોડવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત આજે 2 જુનને મંગળવારે ઉક્ત ડેમમાંથી પાણી છોડવામાં આવશે. આથી આ ડેમ હેઠળ આવતા મોરબી-માળીયા તાલુકાના નદી કાંઠાના ગામોને પડતી પાણીની મુશ્કેલીમાં રાહત થશે. આ નિર્ણય બદલ કાંતિલાલ અમૃતિયાએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે ડેમમાંથી પાણી છોડવાના પગલે લાભાર્થી ગામના ખેડૂતોએ નદીના પટમાંથી પોતાના મશીન અને અન્ય વસ્તુઓ ખસેડી લેવા તાકીદ કરવામાં આવી છે.