35 વર્ષ જૂની જર્જરિત 220 KV વીજ લાઇન બદલવા અને યોગ્ય વળતર આપવા ખેડૂતોની ઉગ્ર માંગ; કરોડો રૂપિયાના જમીન નુકસાન અંગે વ્યથા ઠાલવીમોરબી અપડેટ : મોરબી તાલુકાના નીચી માંડલ ગામે ખેતરો ઉપરથી પસાર થતી જેટકો (JETCO) કંપનીની 220 KV હાઈટેન્શન વીજ લાઇનનો વાયર અચાનક તૂટી પડતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. ખેતરમાં ટ્રેક્ટર ચલાવી રહેલા ખેડૂત માંડ-માંડ બચ્યા હતા. આ બનાવને પગલે જેતપરના ખેડૂત આગેવાનોએ નીચી માંડલ ગામે પહોંચ્યા હતા અને વર્ષો જૂની જર્જરિત લાઇન તથા તંત્રની લાપરવાહી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.ટ્રેક્ટર ચલાવતી વખતે અચાનક તાર તૂટ્યોખેડૂતોના જણાવ્યા અનુસાર નીચી માંડલ ગામના ખેડૂત નવલભાઈ નરભેરામભાઈ પોતાના ખેતરમાં ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા ત્યારે માથા ઉપરથી પસાર થતી હાઈટેન્શન લાઇનનો વાયર અચાનક તૂટીને નીચે પડ્યો હતો. ટ્રેક્ટર થોડું આગળ હોવાથી તેઓ ચમત્કારિક રીતે બચી ગયા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ આ લાઇન વર્ષ 1990-1991 આસપાસ એટલે કે આશરે 35 થી 36 વર્ષ પહેલાં નાખવામાં આવી હતી. આટલા વર્ષો દરમિયાન કોઈ યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી અને વીજ થાંભલા કાટ ખાઈને જર્જરિત હાલતમાં પહોંચી ગયા છે.પરવાનગી વિના ખેતરોમાં પ્રવેશ અને પાકને નુકસાનસ્થાનિક ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ ચાલુ મોસમમાં ઊભા પાકમાં મંજૂરી વગર આવીને નુકસાન કરે છે. ખેડૂતોની કોઈ રજૂઆત સાંભળવામાં આવતી નથી. 35 વર્ષ પહેલાં જ્યારે લાઇન નંખાઈ ત્યારે પણ ખેડૂતોને કોઈ વળતર ચૂકવાયું નહોતું અને ખેડૂતોની મંજૂરી બાબતે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. નિયમ મુજબ લાઈનનો સમયગાળો પૂર્ણ થઈ ગયો હોવા છતાં આખી લાઇન બદલવામાં આવતી નથી.જમીનના ભાવમાં મોટો ઘટાડો: વીઘે 30 લાખ સુધીનું નુકસાનગામના ખેડૂત મનસુખભાઈ કેશવજીભાઈ સોરિયા સહિતના ખાતેદારોએ જણાવ્યું હતું કે, આસપાસ ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અન્ય ખેતરો અને જમીનોના ભાવ પ્રતિ વીઘા 40 લાખ રૂપિયા ચાલે છે. પરંતુ ખેતરો વચ્ચેથી હાઈટેન્શન લાઇન અને મોટા થાંભલા પસાર થતા હોવાથી તેમની આશરે 100 વીઘા જમીન 10 લાખ રૂપિયામાં પણ કોઈ લેવા તૈયાર નથી. ખેડૂતોને પ્રતિ વીઘા 30 લાખનું મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. બાજુમાં સરકારી ખરાબો હોવા છતાં લાઇન ત્યાં ખસેડવા માટે કંપની ખેડૂતો પાસે 1 કરોડ રૂપિયા માંગતી હોવાનો પણ આક્ષેપ કરાયો છે.ખેડૂતોની મુખ્ય માંગણીઓ:જર્જરિત થઈ ગયેલા વીજ થાંભલા અને વાયરોનું તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે અથવા લાઇન સલામત જગ્યાએ ખસેડવામાં આવે. અવારનવાર થતા પાક નુકસાન અને જમીનના થયેલા નુકસાન સામે યોગ્ય વળતર આપવામાં આવે.ખેડૂતોના જીવના જોખમ બાબતે ઉચ્ચ કક્ષાએ તપાસ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે.#Morbi #MorbiUpdate #UnchiMandal #FarmersIssue #JETCO #HighTensionLine #ElectricityLine #MorbiNews #GujaratFarmers