ફાયર વિભાગે ૨ સ્કૂલમાં ૩૩૫ બાળકોને, એક હોટલમાં ૨૮ સ્ટાફને તથા એક રેસિડેન્સીમાં ૨૪૦ લોકોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપીમોરબી : મોરબી મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગોનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે આ સંસ્થાઓને પ્રિવેન્શનને લગત સૂચનો અને જરૂરી ગાઈડલાઈન અને નોટિસ પણ આપવામાં આવી હતી. અગાઉ કરાયેલ કામગીરીના કારણે ૩૫ કોમ્પ્લેક્ષ અને ૧૪ સમાજવાડીમાં ફાયરની સીસ્ટમ લગાવેલ અથવા લગાવવાની કામગીરી ચાલુ કરી છે. આ અઠવાડિયામાં ૦૫ ફાયર સેફટી પ્લાન અપ્રુવલ માટેની અરજી આવેલ જે ક્ષેત્રીય ફાયર કચેરી, રાજકોટમાં ફોરવર્ડ કરેલ છે.આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબીના લોકોને ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા અને કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદાને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય. વધુમાં મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા. ૩૦/૦૭/૨૦૨૫ થી ૦૫/૦૮/૨૦૨૫ સુધીમાં ૦૨ સ્કૂલમાં ૩૩૫ બાળકોને અને ૦૧ હોટલમાં ૨૮ સ્ટાફને તથા ૦૧ રેસિડેન્સીમાં ૨૪૦ લોકોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ હતી.મોરબીમાં જુદી જુદી ૦૨ જગ્યા એ આગ લાગવાના બનાવ અને ૦૨ રેસ્ક્યુકોલ બનેલ તેમાં ફાયરના જવાનો કુલ (PPE)આધુનિક સાધનો દ્વારા હેલ્મેટ, ગમબુટ, વન લેયરશૂટ, હેન્ડગ્લોઝ પહેરીને ફાયર ફાયટીંગ કરવામાં આવે છે. આવી કોઈ દુર્ઘટના થયે આપ મોરબી મહાનગરપાલિકા ની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ - (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ અને ૧૦૧ તથા ૧૧૨ પર સંપર્ક કરી શકો છો. તેમ ડેપ્યુટી કમિશનરની યાદીમાં જણાવાયું છે.