રવાપરની નવજીવન વિદ્યાલય ખાતે કાર્યક્રમનું આયોજન મોરબી : રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી મોરબીની સંગીત પ્રેમી જનતા માટે મોરબીમાં નામાંકિત કલાકારો દ્વારા લોક સંગીતની જાળવણી માટે લોકસંગીતની ધરોહર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ તારીખ 5 ઓગસ્ટ ને સોમવારના રોજ રાત્રે 8 થી 11 કલાકે મોરબીના રવાપર સ્થિત નવજીવન વિદ્યાલય ખાતે યોજાશે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મોરબી સ્વનિર્ભર શાળાના પ્રમુખ મનોજભાઈ ઓગણજા, ઉદઘાટક તરીકે મોરબી વિદ્યોતેજક મંડળના પ્રમુખ ડો. અનિલભાઈ મહેતા, અતિથિ વિશેષ તરીકે ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ- મોરબીના કેમ્પસ ડાયરેક્ટર હાર્દિકભાઈ પાડલીયા અને ડો. પ્રેયસભાઈ પંડ્યા હાજરી આપશે. જ્યારે આ લોકસંગીતના કાર્યક્રમમાં કલાકાર તરીકે લોકગાયક પ્રાણભાઈ વ્યાસ, લોકગાયિકા ધ્રુવીબેન કડીવાર, લોકસાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરા, લોકગાયક ભાર્ગવભાઈ દવે, બેંજો વાદક શૈલેષભાઈ, તબલાવાદક કશ્યપભાઈ અને મંજીરાવાદ લાલાભાઈ ઉપસ્થિત રહી લોકોને લોકસંગીતનું રસપાન કરાવશે. આ કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક હોય સર્વેને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે.