હળવદ : હળવદ તાલુકાના ચાડધ્રા ગામ પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં ચાલતી રેતી ચોરી પર આજે રાજકોટ રેન્જની ફ્લાઈંગ સ્ક્વોડ ત્રાટકી હોવાનું જાણવા મળી રહ્યું છે. અહીં રેતી ચોરી કરતા ત્રણ હિટાચી મશીનની સાથે બે ડમ્પર ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વિસ્તૃત વિગત મોડેથી જાહેર કરાશે.