ઉડતા મોરબી શીર્ષક હેઠળ સિરામીક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ સમાજ અને અધિકારીઓ સમક્ષ લાલબત્તી કરી દારૂ, સટ્ટો, ડ્રગ્સ, હનીટ્રેપ અને ઉચાવ્યાજે નાણાં ધીરધાર કરતી ગેંગ મોરબી માટે ઘાતક : યુવાધનને ફસાવવા મોરબીમાં વ્યવસ્થિત ષડયંત્ર ચાલતું હોવાનો પણ ઘટસ્ફોટ મોરબી : મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને સિરામીક એસોશિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા સોશિયલ મીડિયા ઉપર સતત એક્ટિવ રહેવાની સાથે આજ યુવાનો અને નવી પેઢી પ્રત્યે હંમેશા ચિંતિત રહી સમાજ સેવા માટે કંઈ ને કઈ કરતા રહે છે. ત્યારે પ્રવર્તમાન સમયમાં મોરબીનું યુવાધન રસ્તો ભટક્યું હોય તેવી પ્રતીતિ થતા તમને સમાજ શ્રેષ્ઠીઓ, અધિકારી, માતા - પિતા વગેરે માટે પોતાના જ શબ્દોમાં કડક અને આકરો કહી શકાય તેવો સંદેશ પાઠવ્યો છે. ઉડતા મોરબી શબ્દો સાથે નિલેશભાઈ જેતપરિયાએ પોતાનો સંદેશ મુદ્દાસર લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો છે. તેઓ કહે છે કે, આ શબ્દ થોડોક ભયાનક લાગશે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિની ચર્ચા કરવી જરૂરી છે ત્યારે આજે આપણે મોરબીના યુવાનોના પ્લસ તેમજ માઇનસ પોઇન્ટ અને આદતો અને તેના સાથે ચાલતુ એક વિષચક્ર વિષે પ્રકાશ પાથરવા પ્રયાસ કર્યો છે. ઉદ્યોગ અને તેનો વિકાસ મોરબીનો સીરામીક ઉદ્યોગ તેમજ પેપરમીલ, લેમીનટસ, ઘડિયાળ અને પોલીપેકના ઉદ્યોગમાં છેલ્લા બે દાયકાથી વિકાસ શરુ થયો છે. જેમાં સીરામીક છેત્રે મોરબી વિશ્વનું બીજા નંબરનું ક્લસ્ટર બન્યું સાથો-સાથ ભારતના ઉત્પાદનમાં ઘડિયાળ , પેપર, લેમિનેટ્સ અને પોલીપેક ઉદ્યોગ પણ નંબર 1 બનીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ માટે મહેનતુ વડીલો અને એજ્યુકેટેડ યુવા ઉદ્યોગકારોનો મહત્વનો સિંહ ફાળો રહ્યો છે. વિકાસની સાથે થોડીક કુટેવો આવે તે સ્વાભાવિક છે અને જો ધર્મની સાથેના સંકળાય તો આ ખરાબી આવવાના ચાન્સ વધી જતા હોય છે. અને આ મોરબીમા પણ થોડા ઘણા અંશે બન્યુ છે. આગામી સમયમાં ધ્યાન રાખવા જેવા મહત્વના મુદ્દાઓ ઉદ્યોગના વિકાસ સાથે આર્થિક સારી એવી આવકના સ્ત્રોત ઉભા થતા યુવા ઉદ્યોગકારો વૈશ્વિક બન્યા અને પરિણામ સ્વરૂપે તેમની જરૂરિયાત કરતા વધુ આવક તેમજ તેની સાથે રોકડના ધંધાએ લાખો કરોડો રૂપિયાના ટર્નઓવરમાં વધુ પૈસા હાથ ઉપર આવતા પરિવારમાં પૈસાની છત તેમજ જરૂર કરતા વધુ ખર્ચ અને સામાજિક દેખાદેખીનું વિકરાળ સ્વરૂપ પરિવારમાં જોવા મળી રહ્યું છે. સમયાંતરે બહેનોને ખર્ચમાં આઝાદી મળી જેમાં વિદેશ પ્રવાસ, સોનાની ખરીદી, મોંઘા બાઈક, મોંઘા બ્રાન્ડેડ કપડાં, ઘેર કામવારી, કસરત વગરનું જીવન, અને પૈસાથી જ પરિવારને ખુશ કરી શકાય તેવો ખોટો ભ્રમ ઉભો થાય તે સ્વાભાવિક છે. ત્યારે પરિવાર ફક્ત પૈસાથી ના ટકે તેના માટે સંસ્કાર, સારા વિચારો, બાળકો માટે સમય, અને વાર તહેવારે પરિવાર સાથે કિંમતી સમય આપવો વગેરે બાબતોમાં થોડોક કાપ આવતો દેખાતો થયો છે. યુવા વર્ગ માટે પરિવારની જવાબદારી અને વડીલોની બાળકો પ્રત્યેની સભાનતા બહુજ મહત્વનો ભાગ છે. તે સમજવું બહુજ જરૂરી છે. આવનાર સમયમાં આપણે જુદા - જુદા વ્યક્તિઓના રોલ વિષે પ્રકાશ પાથરીએ તે ખૂબ જ જરૂરી છે. યુવાનો અને તેમની આવડત અને કુટેવો વર્તમાન સ્થિતિમાં યુવાનો વૈશ્વિક બનીને અદ્યતન ટેક્નોલોજી સાથે વિશ્વના બીજા નંબરનું સીરામીકનું હબ બનાવવામાં વડીલો તેમજ યુવાનોએ મહત્વનો ભાગ ભજવ્યો છે અને તેના માટે યુવાનોને અભિનંદન આપવા તો ઘટેજ, ત્યારે તેમની આવડત સાથે આવકમાં સતત વધારો અને તેના કારણે તેમને મળેલ આઝાદીએ વિકાસ તો કર્યો પરંતુ અમુક કુટેવો પણ ઘર કરી ગઇ તે પણ કડવી વાસ્તવિકતા છે. ભલે આ ટકાવારીમાં કદાચ નહિવત હશે પરંતુ આ વિશે ચર્ચા વિચારણા અને તેમાં પ્રકાશ પાથરવો જરૂરી છે. અને આ કુટેવોમાં મુખ્યત્વે શરાબ, નાના અંશે ડ્રગ્સ, સટ્ટો રમવાની કુટેવો, મહિલાઓ દ્વારા હનીટ્રેપમાં ફસાવવાનું વગેરે કુટેવો આવી અને એમાં ક્યાંયને ક્યાંય એક ટાર્ગેટ સાથે આવા યુવાનોને સોફ્ટ ટાર્ગેટ કરીને ફસાવીને તેમને આવા રસ્તાએ લઇ જવા માટે મોટી એક ગેંગ કાર્યરત છે. અને તે આવા યુવાનોને ટાર્ગેટ કરીને તેમને તેમની તાકાત મુજબ ફસાવી અને નાણાં ખંખેરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. અને તેમાં ઘણા બધા ફસાયા પણ છે. અને તેમાં ખાસ કરીને તેમને સટ્ટો રમાડવો અને ત્યારબાદ પૈસા ખંખેરવા અને તે પૂરું થાય એટલે તેને ઉંચા વ્યાજે પૈસા આપવા અને પછી દાદાગીરી કરીને તેની મિલકત પડાવવી અને કા તો તેને જિંદગી ટૂંકાવવા સિવાય રસ્તો જ ના રહે ત્યાં સુધી પ્રેસર આપવું અને આ બધું પાછું પ્લાનિંગ સાથે થયી રહ્યું છે. અને આ દરમ્યાન તે કા તો માનસિક રીતે આ બધુ સહન કરવા કોઈ પણ એક લત ના રવાડે પણ ચડી જાય છે. આ બધી બાબતોમાં યુવાનોએ બહુજ સાવચેતી રાખવી જરૂરી છે. દારૂ અને ડ્રગ ક્યાંયને ક્યાંય બીજા વ્યસન માટે જતા હોય તે દુકાને પણ આજુબાજુમાં મળી જતા હોય છે અને એસપી રોડ અને બીજે ખુલ્લે આમ આવા લોકો પણ જોવા મળતા હોય છે. ત્યારે આ બધી કુટેવોથી યુવાનોએ છૂટવું પડશે બાકી તો તેમની સાથે તેમનો પરિવાર પણ ડૂબશે અને બધાજ મુસીબતના પર્વત નીચે આવી જશે. બહેનો અને માતાઓની જવાબદારી ખાસ કરીને આવી ખોટી આદતનો શિકાર જયારે યુવાન બને ત્યારે તેમાં તેના મિત્ર અને તેમના પત્નીને સૌ પ્રથમ ખબર પડી જતી હોય છે. તેમને તેમના પતિના મિત્ર સર્કલમાં કોણ છે, ઘેર સમયસર આવે, આવે ત્યારે તેમને કોઈ વ્યસન નથી કરેલ તે ચેક કરે, જો ક્યારેય એવું લાગે કે કઈ ગરબડ છે તો ડર્યા વગર તમારા અને તમારા પરિવારના ભવિષ્ય માટે તેના માતાને જાણ કરો અને માતા તેમનો માતૃ પ્રેમ મૂકી ને કાંન આમળીને કહે કે ખબરદાર જો હવે ક્યારેય આ રીતે આવ્યો છો તો, ત્યારે ૧૦૦% તે શરૂઆતના દિવસોમા પાછા વળી જશે બાકી એક વાર જો આદત લાગી ગયી તો તમારી અને તેની બન્નેની આખી જિંદગી બગડી જશે અને પરિવાર પણ આર્થિક રીતે ખતમ થયી જશે. આવી વસ્તુ છુપાવવા યુવાનો પણ પોતાની પત્નીઓને બધા જ ખર્ચ કરવા પૈસા આપી દેતા હોય છે ત્યારે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ ના બદલે બહેનોએ આવી કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય તેમના પતિદેવ તો તેનો વિરોધ કરવો જોઈએ જે તેના અને તેના પરિવાર માટે મહત્વનું છે. પિતાની જવાબદારી પોતાનું સંતાન પૈસા ગમે તેટલા કમાય તો પણ તેનામાં કુટેવ ના આવે તે જોવાની જવાબદારી પિતાની છે. સંતાન ઘેર...