મોરબી : મોરબીના લાતી પ્લોટના ઔદ્યોગિક વિસ્તારોમાં મોટાભાગની શેરીઓમાં સામાન્ય વરસાદમાં જ ગારા તથા કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેના કારણે વેપારીઓ તથા નાના ઉદ્યોગકારોએ હાલાકીનો સામનો કરવો પડે છે. મોરબીના લાતી પ્લોટના ઔદ્યોગિક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં કીચડ જમા થઇ ગયું છે અને પાણીનો ભરાવો થઇ ગયો છે. સામાન્ય દિવસોમાં પણ લાતી પ્લોટમાં ગંદકી, પનોની ભરાવો અને ગટરો ઉભરાવાની સમસ્યાઓ રહેતી હોય છે. ત્યારે વરસાદને કારણે આ સમસ્યા વકરી છે. આ ભરવાના કારણે વેપારીઓ તથા નાના ઉદ્યોગકારોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાતી પ્લોટ 7 સહીત અનેક વિસ્તારોમાં ખખડધજ રસ્તાઓને કારણે ગારા, કીચડ અને ગંદકીની સમસ્યાઓ વકરી છે. કીચડના ભરાવાને કારણે મચ્છર વધવાથી રોગચાળો ફેલાય એવી પરિસ્થિતિ સર્જાઈ છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne