કોરોનાની ત્રીજી લહેરને રોકેવા વેક્સિનેશન જ ઉપાય : આરોગ્ય ચેરમેન અને તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા લોકોનો ઉત્સાહ વધારવા પ્રયાસ મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વેક્સિનેશનને વેગવંતુ બનાવવા આજે લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય સમિતિ ચેરમેન અને તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા વેક્સીન લેનાર યુવાનોને ફૂલ આપી આવકારવામાં આવ્યા હતા. મોરબી જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઇ ટમારીયા તથા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા દ્વારા લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેકિસનનો પ્રથમ ડોઝ લેવા આવનાર યુવાનોને ફુલ આપી આવકારવામા આવ્યા હતા. આ તકે આરોગ્ય સમિતિ ના ચેરમેન હીરાભાઇ ટમારીયા અને મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા દ્વારા યુવાનોને વેકિસન પ્રત્યે ઉત્સાહિત કરવા પ્રથમ ડોઝ લેનાર યુવાનો ને ગેરમાન્યતામા દોરાયા વિના વેકિસન લેવા પ્રોત્સાહિત કર્યા હતા. લાલપરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચેરમેન તથા પ્રમુખ દ્વારા આરોગ્યની અમૂલ્ય સેવા આપતા આરોગ્યકર્મીને અભિનંદન આપવામા આવ્યા હતા અને નિષ્ઠાપુર્વકની સેવાને બિરદાવવામા આવી હતી. તથા લોકોની ઓરોગ્યલક્ષી સેવા માટે મોરબી આરોગ્ય વિભાગ તત્પર છે એવો કોલ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા મેડીકલ ઓફિસર હિરેનભાઇ તથા PHC સ્ટાફ, લાલપર ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઇ, સદસ્ય કમલેશભાઇ, મુકેશભાઇ, પ્રવિણભાઇ, અણદાભાઇ તથા લાલપર યુવા ગ્રુપના વિપુલભાઇ, વિરલભાઇ, મનિષભાઇ, લાલજીભાઇ સોલંકી વગેરેએ જહેમત ઉઠાવી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..