મોરબી : મોરબીમાં આજ છત્રપતિ શિવાજી મહારાજની ઉજવણી વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.ત્યારે મોરબીની વિશ્વ હિંદુ પરિષદ,બજરંગ દળ અને ગૌરક્ષા ટીમ દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આજ રોજ હિંદુ હદય સમ્રાટ અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી મોરબી જિલ્લા તથા શહેરની વિશ્વ હિંદુ પરિષદ,બજરંગ દળ અને ગૌરક્ષા ટીમના હોદેદરો તથા કાર્યકર્તા દ્વારા કરવામાં આવી હતી.જેમાં મોરબીના શિવાજી સર્કલ,સબજેલ પાસે શિવાજી મહારાજની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.