ભાવિક ગજ્જર અને ગ્રુપના મધુર સંગીતના સથવારે યોજાશે મહાઆરતી: દર્શનનો લાભ લેવા મહંત પ્રવિણગીરી ગોસ્વામીનું આહવાનમોરબી અપડેટ : પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે મોરબીના સનાળા રોડ સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેવાધિદેવ મહાદેવને મનોહર ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે તેમજ ભાવિક ગજ્જર અને તેમના ગ્રુપના મધુર સંગીતના સથવારે ભવ્ય મહાઆરતી યોજાશે.આ કાર્યક્રમમાં ફૂલના શણગાર તથા મહાઆરતીનું આયોજન ત્રિવેદી એસોસિએટ્સવાળા ટીનાભાઈ ત્રિવેદી તેમજ સદગુરુ ફ્લાવર (જીઆઈડીસી, શનાળા રોડ) વાળા હિતેશભાઈ (ભૂરો) તરફથી કરવામાં આવ્યું છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે આયોજિત મહાઆરતી તથા દર્શનનો લાભ લેવા માટે મંદિરના મહંત પ્રવિણગીરી ગોસ્વામી દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતા તથા શિવભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #ShravanMonth #SiddheshwarMahadev #MahaAarti #MorbiNews #SanalaRoad