કચેરી ચાલુ થયાના પ્રથમ વરસાદમાં જ અનેક ચેમ્બરમાં ભેજ ઉતર્યા : પ્લાસ્ટર પણ ઉખડવા માંડ્યું, તિરાડોએ મોં ફાડ્યું ડીડીઓ કહે છે, કોન્ટ્રાકટરના ખર્ચે મરામત કામ કરાવાશે મોરબી : મોરબીમાં નવી જિલ્લા પંચાયત લોકાર્પણ થયાને હજુ ચાર માસ થયા છે. ત્યાંજ આ નવી જિલ્લા પંચાયત કચેરીમાં વળતા પાણી શરૂ થઈ ગયા છે. ખાસ કરીને પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. નવી જિલ્લા પંચાયત કચેરીમાં અનેક જગ્યાએ જલજમાવની સાથે કલર અને સિમેન્ટ પણ ઉખડયો છે. એટલું જ નહીં આ નવી જિલ્લા પંચાયત કચેરીમાં તિરાડો પડી ગઈ છે અને દિવાલોમાંથી પાણી ટપકી રહ્યું છે. થોડા સમયમાં નવી જિલ્લા પંચાયત કચેરીના આવા હાલ હવાલ થતા બાંધકામમાં લોટ, પાણીને લાકડા કરાયા હોય કચેરીના લાંબા ભવિષ્ય સામે વેધક સવાલ ઉભો થયો છે. મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારના નાકા પાસે નવા જિલ્લા સેવાસદનની બાજુમાં કરોડોના ખર્ચે થોડા સમયથી પહેલા અદ્યતન જિલ્લા પંચાયત કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું હતું.આ નવી જિલ્લા પંચાયત લોકાર્પણ થયાને માત્ર ચારેક માસ જેવો જ સમય થયો હશે ત્યાંજ પ્રથમ વરસાદથી નવી જિલ્લા પંચાયત કચેરીની પથારી ફરવાનું નામું નખાય ગયું છે. જેમાં વરસાદને પગલે આ નવી જિલ્લા પંચાયત કચેરીમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આ જલજમાવને કારણે જિલ્લા પંચાયત કચેરીની બિલ્ડીંગમાં ઠેક ઠેકાણે કલરના પોપડા ઉખડયા છે અને અમુક જગ્યાએ સિમેન્ટ પણ ઉખડી ગયો છે. એટલું જ નહીં જિલ્લા પંચાયત કચેરીની બિલ્ડીંગમાં અમુક દીવાલોમાં તિરાડો પડી ગઈ છે હજુ તો નવી જિલ્લા પંચાયત કચેરીમાં પ્રમુખ અને ડીડીઓ પોતાની ચેમ્બરમાં બેઠા પણ નથી અને ચેમ્બરોમાં ફર્નિચર કામ ચાલે છે. ત્યારે થોડા સમયમાં નવી જિલ્લા પંચાયત કચેરીમાં આવા હાલ હવાલ થઈ ગયા છે. નવી જિલ્લા પંચાયત બન્યાને થોડા અમથા વરસાદમાં જ આવી હાલત થઈ હોય એના ભવિષ્ય સામે અણીયારા સવાલ ઉઠ્યા છે. બીજી તરફ મોરબી જિલ્લા પંચાયતના ડીડીઓ ભગદેવે આ ગંભીર બાબતે જણાવ્યું હતું કે, કચેરી બન્યાના એક વર્ષ સુધીમાં કંઈપણ થાય તો જવાબદારી કોન્ટ્રાકટરની રહે છે અને હાલમાં કોન્ટ્રાક્ટરની ડિપોઝીટ પણ તંત્ર પાસે પડી હોય તમામ રીપેરીંગ કાર્ય કોન્ટ્રાક્ટરના ખર્ચે કરાવવામાં આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..