કરોડોના ખર્ચે બનેલી ગટર લાઈન શોભાના ગાંઠિયા સમાન, કલેક્ટર અને મુખ્યમંત્રીને રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીંમોરબી : મોરબીના ગાંધી ચોકથી સામા કાંઠે જવા માટેના એકમાત્ર રસ્તા એવા તખ્તસિંહજી રોડ પર માત્ર 1.5 ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ રોડ પર 1 ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે 50થી વધુ દુકાનોમાં પાણી અંદર ઘૂસી ગયા છે. વેપારીઓએ દુકાન આગળ પારાપેટ બનાવી હોવા છતાં, વાહનો નીકળતા દરિયાના મોજાની જેમ પાણી દુકાનોમાં પ્રવેશી રહ્યું છે.સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, દુકાનોમાં પાણી ઘૂસી જવાથી માલસામાન બગડી રહ્યો છે અને ગ્રાહકો પણ આવી શકતા નથી. દુકાનદારોને ચોમાસાના 4 મહિના સુધી નવરા બેસવાનો વારો આવે છે. રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને લોકોને પોતાના પેન્ટના પાયચા ઊંચા કરીને ચાલવું પડે છે.આશ્ચર્યની વાત એ છે કે, ગયા વર્ષે જ આ વિસ્તારમાં પાણીના નિકાલ માટે કરોડો રૂપિયાના ખર્ચે ગટર લાઈન નાખવામાં આવી હતી. પરંતુ 1 વર્ષ વીતી જવા છતાં આ લાઈનનું કનેક્શન જ આપવામાં આવ્યું નથી, જેથી પાણીનો નિકાલ થતો નથી. વેપારી ચંદુભાઈએ જણાવ્યું હતું કે ભૂંગળા નાખવા છતાં કાંઈ નિકાલ નથી અને પૈસા ખાધા છે. આ સમસ્યા છેલ્લા 10 થી 20 વર્ષથી વેપારીઓને સતાવી રહી છે.આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિકોએ કલેક્ટર, કમિશનર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી રજૂઆતો કરી છે. છતાં પણ મહાનગરપાલિકા કે તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી. વેપારીઓએ શાસક પક્ષના નેતા કાનાભાઈને પણ આડેહાથ લીધા હતા. વેપારીઓએ વહેલી તકે યોગ્ય આયોજન કરી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #TakhatsinhjiRoad #Waterlogging #Monsoon2026 #MorbiNagarPalika #PublicIssue