શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ ગંદા પાણીમાં ચાલવા મજબૂરમોરબી: મોરબી શહેરનો સતત ધમધમતો અને શૈક્ષણિક સંકુલોથી ઘેરાયેલો કન્યા છાત્રાલય રોડ પર છેલ્લા બે-ત્રણ દિવસથી ગટરના પાણી ઉભરાઈને રસ્તા પર ફરી વળતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વિગતો મુજબ, કન્યા છાત્રાલય રોડ પર કન્યા છાત્રાલય, નવયુગ વિદ્યાલય સહિતના શૈક્ષણિક સંકુલો આવેલા છે. છેલ્લા 2 થી 3 દિવસથી આ માર્ગ પર ગટરના ગંદા પાણી રસ્તા પર વહી રહ્યા છે. જેને કારણે શાળાએ આવતા વિદ્યાર્થીઓને આ દુર્ગંધ મારતા ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. ગટરની આ સમસ્યાને લીધે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકો અને વિદ્યાર્થીઓમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માટે મોરબી મહાનગરપાલિકા તંત્ર પાસે માંગ કરાઈ છે.#Morbi #DrainageIssue #KanyaChatralayaRoad #MorbiUpdate #StudentLife #CivicProblems #MorbiNews