એક્સપોના એસોસીએટ સ્પોન્સર તરીકે જોડાયેલા ફ્લેઇસ ગ્રેનિટો પાસે 1200×1800ની 15 mm અને 9 mmની સૌથી યુનિક ટાઇલ્સ, ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક બાયર્સે આ પ્રોડક્ટસની નોંધ લીધી : કંપની ટૂંક સમયમાં સેનેટરી વેર અને બાથરૂમ એસેસરીઝ પણ કરશે લોન્ચનવી દિલ્હી : નવી દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'માં ફ્લેઇસ ગ્રેનિટોની ટાઇલ્સ ઉપર ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક બાયર્સ ફીદા થઈ ગયા છે. ખાસ તેઓની 1200×1800ની 15 mm અને 9 mmની સૌથી યુનિક ટાઇલ્સની વિઝિટર્સે વધુ નોંધ લીધી છે.નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લુઝોન પ્રેઝન્ટ 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નું ઉદઘાટન આજે સવારે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવ્યું છે. આ વેળાએ બોલિવૂડ અભિનેતા અને એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર એવા સુનિલ શેટ્ટીની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. આ એક્સપોમાં એસોસીએટ સ્પોન્સર તરીકે ફ્લેઇસ ગ્રેનિટો જોડાયેલું છે. ફ્લેઇસ ગ્રેનિટોની ટિમ દ્વારા એક્સપોના ઉદઘાટન માટે આવેલા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ એક્સપોમાં ફ્લેઇસ ગ્રેનિટોનો સ્ટોલ વિઝિટર્સમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિવિધ 10 જેટલી ઈનોવેટિવ સરફેસ અહીં ડિસ્પ્લેમાં રાખવામાં આવી છે. આ અંગે ફ્લેઇસ ગ્રેનિટોના મેનેજિંગ ડિરેકટર અનિલભાઈ દેત્રોજા અને ડાયરેક્ટર આશિષભાઈ ચારોલાએ જણાવ્યું કે ફ્લેઇસ ગ્રેનિટો મોરબીમાં ઊંચી માંડલ પાસે કાર્યરત છે. ફ્લેઇસ ગ્રેનિટો 1200×1800ની ટાઇલ્સમાં મોરબીમાં સૌથી મોટું ઉત્પાદક છે. 9 mm જીવીટી અને 15 mm કલર બોડી ટાઇલ્સ પ્રોડક્ટ તેઓ બનાવે છે. આ ટાઇલ્સ વિઝિટર્સમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. હાલ કંપની ફ્લોર અને વોલ ટાઇલ્સ બન્નેની તમામ શ્રેણીમાં ઉત્પાદન કરી રહી છે. હવે ટૂંક સમયમાં સેનેટરી વેર અને બાથરૂમ એસેસરીઝ પ્રોડક્ટ પણ લોન્ચ કરશે. ઉલ્લેખનીય છે કે આજે એક્સપોના ઉદઘાટન વખતે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું ફ્લેઇસ ગ્રેનિટોની ટિમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. એક્સપોની મુલાકાતે આવેલા સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખો કિરીટભાઈ પટેલ, વિનોદભાઈ ભાડજા, મુકેશભાઈ કુંડારીયા તેમજ હાલના પ્રમુખ સંદીપભાઈ કુંડારિયા અને હરેશભાઇ બોપલીયા સહિતનાએ ફ્લેઇસ ગ્રેનિટોના સ્ટોલની મુલાકાત લઈ ફ્લેઇસ ગ્રેનિટોના મેનેજિંગ ડિરેકટર અનિલભાઈ દેત્રોજા અને ડાયરેક્ટર આશિષભાઈ ચારોલાને શુભેચ્છાઓ પાઠવી હતી.ગ્લોબલ બ્રાન્ડિંગ માટે આ એક્સપો ખૂબ જ મહત્વનો : ડિરેક્ટર્સફ્લેઇસ ગ્રેનિટોના મેનેજિંગ ડિરેકટર અનિલભાઈ દેત્રોજા અને ડાયરેક્ટર આશિષભાઈ ચારોલાએ જણાવ્યું કે ફ્લેઇસ ગ્રેનિટોએ અત્યાર સુધીમાં અનેક એક્ઝિબિશનમાં ભાગ લીધો છે. અમે એસોસીએટ સ્પોન્સર તરીકે આ વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપોની ફસ્ટ એડિશનમાં એટલે જોડાયા કે આવા એક્સ્પોનુ આયોજન જરૂરી હોવાથી તેના આયોજકોને પ્રોત્સાહન મળે તેમજ આ એક્સપો ગ્લોબલ બ્રાન્ડિંગ માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. અમને આ એક્સપોમાં ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. હાલ અમે 30 દેશોમાં વેપાર કરીએ છીએ. એક્સપો થકી વધુ દેશોમાં બ્રાન્ડિંગ થશે અને ત્યાંથી નવા બાયર્સ મળશે.