મોરબી : મોરબીના નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશનના તમામ કેમ્પસમાં 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત દરેક કેમ્પસમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો.પ્રજાસતાક પર્વ અંતર્ગત નવયુગ વિદ્યાલય ખાતે આરએસએસ લાલબાગ ઉપનગર કાર્યવાહક રાજેશભાઈ વિરમગામા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ તેમણે દેશભક્તિ, સમાજસેવા અને ભવ્ય રામમંદિરની પ્રેરણાદાયી વાતો કરી હતી. જ્યારે નવયુગ સંકુલ ખાતે કિશાન સંઘ મોરબી જીલ્લાના અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયા દ્વારા ધ્વજવંદન કરાયું અને નવયુગ ઈન્ટરનેશનલ પ્રિસ્કુલ ખાતે વર્ગ-4ના કર્મચારીઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.આ તકે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ દરેકને સ્વયંસેવી સંગઠન આરએસએસ દ્વારા ચાલતી પ્રવૃત્તિઓમાં જોડાવા આહવાન કર્યુ હતું. કાર્યક્રમમાં એનસીસીની જુનિયર બોયઝ અને સિનિયર ગલ્સ બટાલિયનના કેડેટ્સએ પરેડ કરીને ધ્વજને સલામી આપી હતી. તેમજ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ વિભાગના પ્રિન્સિપાલ, શિક્ષકો, અધ્યાપકો, વ્યાયામ શિક્ષકો, એનસીસીના એએનઓએ જહેમત ઉઠાવી હતી.