મોહમ્મદી લોકશાળા ચંદ્રપુર ખાતે માર્કેટ યાર્ડ વાંકાનેરના પ્રમુખના હસ્તે ધ્વજવંદન વાંકાનેર : વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે આજે મોમીન સમાજના ધર્મગુરુ અને પૂર્વ ધારાસભ્યના હસ્તે 75માં સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. 75માં સ્વાતંત્ર્યતા મહોત્સવ અંતર્ગત આજે વાંકાનેરના સિંધાવદર ગામે આવેલ શહીદ મંજુર હુસૈન પીરઝાદા હાઈસ્કૂલ ખાતે મોમીન સમાજના ધર્મગુરુ અને પૂર્વ ધારાસભ્ય ખુરશીદ હૈદર પીરઝાદા ઉર્ફ મીર સાહેબ બાવાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી. આ ઉપરાંત મોહમ્મદી લોકશાળા, ચંદ્રપુર, વાંકાનેર, ખાતે માર્કેટ યાર્ડ વાંકાનેરના પ્રમુખ શકીલ પીરઝાદાના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ તકે માર્કેટયાર્ડ વાંકાનેર ઉપપ્રમુખ અશ્વિન મેઘાણી મુખ્યઅતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..