મોરબી : 72માં ગણતંત્ર દિવસ નિમિત્તે આજે મોરબી નગરપાલિકા કચેરી ખાતે વહીવટદાર અને ચીફ ઓફિસર ગિરીશ સરૈયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદનના આ કાર્યક્રમમાં પાલિકાનો તમામ સ્ટાફે ઉપસ્થિત રહી દેશની આન બાન અને શાન એવા ત્રિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે કોહોનૂર બેન્ડની સુરવલીઓ વચ્ચે દેશ ભક્તિનો જુસ્સો બુલંદ બનતો જોવા મળ્યો હતો. સમારંભના સમાપન પૂર્વે ઉપસ્થિત તમામ લોકોને મીઠાઈ ખવડાવી ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.