ગંગેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આવેલા ગિરનારી આશ્રમ ખાતે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાન થશેમોરબી : મોરબીના લીલાપર રોડ પર ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા ગિરનારી આશ્રમ ખાતે આગામી તારીખ 29-07-2026 ને બુધવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સદ્ગુરુ દેવ પ્રયાગગીરી મહારાજ, ગણેશગીરી મહારાજ અને 1008 મહંત મદનગીરી મહારાજના સાંનિધ્યમાં આ મહોત્સવ યોજાનાર છે.આ મહોત્સવ અંતર્ગત આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની રૂપરેખા મુજબ તારીખ 28-07-2026 ને મંગળવારના રોજ રાત્રે 8:00 થી 12:00 કલાક દરમિયાન સીતારામ ધુન-ભજન મંડળ દ્વારા ભજન સંધ્યા યોજાશે. ત્યારબાદ તારીખ 29-07-2026 ને બુધવારના રોજ સવારે 8:00 કલાકે ધ્વજારોહણ, સવારે 8:15 કલાકે ગુરુપૂજન તેમજ ગોકુળના બાલા હનુમાન ધુન મંડળ દ્વારા ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બપોરે 12:00 કલાકે મહાપ્રસાદ યોજાશે.ઉલ્લેખનીય છે કે, ગિરનારી આશ્રમ ગૌશાળાના સેવકો દ્વારા અનોખી સેવા પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે, જેમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને તેમના ખાટલે જઈને દૂધ આપવામાં આવે છે. દરરોજનું લગભગ 60 લિટર દૂધ હોસ્પિટલમાં દર્દીઓને અપાઈ છે. આ ઉપરાંત કૂતરાઓને રોટલા ખવડાવવાની અને આશ્રમમાં આવતા પક્ષીઓને નિયમિત ચણ નાખવાની સેવા પણ કરવામાં આવે છે. આ મહોત્સવમાં પધારવા સાધવી મહંત હંસાગીરી માતાજી અને ગુરુદેવ દેવ પ્રયાગગીરી મહારાજ દ્વારા ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#MorbiUpdate #MorbiNews #GuruPurnima #GirnariAshram #Morbi #LilaparRoad #Gauseva