મોરબી : આજે ભારતના 75માં પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા પંચાયતના પટાંગણમાં જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી જાડેજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે અંદાજે 450 બાળકો તથા જિલ્લા પંચાયતના કર્મચારી/અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.પ્રજાસત્તાક દિનની ઉજવણીના અનુસંધાને વિવિધ કાર્યક્રમો જેવા કે ગરવા ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખીના ભાગરૂપે મોરબી જિલ્લાની સાર્થક વિદ્યાલય, ઉમા વિદ્યા સંકુલ તેમજ અભિનવ સ્કૂલના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર શાળાના 39 જેટલા બાળકોને પ્રમાણપત્ર તથા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજાના હસ્તે જિલ્લાની આરોગ્ય શાખાના કુલ 5 કર્મચારીનું સન્માન, 6દિવ્યાંગ બાળકોને યુડીઆઇડી કાર્ડ વિતરણ, HTAT 3 જેટલા આચાર્યના અજમાયશી સમયગાળો પૂર્ણ કર્યાના પ્રમાણપત્ર એનાયત અને પશુપાલન વિભાગના કર્મચારીનું મોબાઈલ પશુ એમ્બ્યુલન્સની સારી કામગીરી અન્વયે સન્માન કરવામાં આવ્યું હતું.