મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રાજપર ચોરાવાળી શેરીમાં દરોડો પાડી જાહેરમાં પાના ટીચતી પાંચ મહિલાઓને રોકડા રૂપિયા 3670 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ત્રાજપર ગામે ચોરાવાળી શેરીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી (૧) દિવુબેન કરમસિંહ કળાન્દ્રા (૨) વર્ષાબેન વીરમભાઇ પનારા (૩) અવનીબેન રવીભાઇ વરાણીયા (૪) રૂપીબેન રમેશભાઇ વરાણીયા અને (૫) શારદાબેન કાંતીલાલ પાડાલીયાને રોકડા રૂપિયા 3670 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.