બોલેરો ગાડી સહિત 10.12 લાખનો મુદ્દામાલ કબ્જે કરતી પોલીસટંકારા : ટંકારા તાલુકાના સખપર ગામે ખેડૂતના બંધ મકાનમાંથી જીરું અને લસણનો 4,12,500નો જથ્થો અજાણ્યા તસ્કરો ચોરી કરી જવાના બનાવમાં ટંકારા પોલીસે ગણતરીની કલાકોમા ગુન્હાનો ભેદ ઉકેલી નાખી પાંચ શખ્સને ઝડપી લઈ 10,12,500ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.ટંકારા તાલુકાના સખપર ગામે થયેલ લસણ જીરુની ચોરી મામલે ટંકારા પોલીસ મથકનો સ્ટાફ તપાસમાં હતો તે સમયે હેડ કોન્સટેબલ વિજયભાઈ નાગજીભાઇ બાર તથા કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ ઝાલા અને કૌશિકકુમાર રતિલાલ પેઢડીયાને મળેલી બાતમી આધારે આરોપી સાગરભાઇ દીલીપભાઇ અત્રેસા,મૂળ રહે.સખપર તા.ટંકારા જી.મોરબી, હાલ રહે.-મોરબી, વાવડી રોડ બાપાસીતારામ મઢુલી પાસે જીવન જયોત સોસાયટી, મોરબી, રમેશભાઇ અવચરભાઇ દારોદ્રા, રહે.નેકનામ તા.ટંકારા, બીપીનભાઇ વીરજીભાઇ સાણદીયા, રહે.-નેકનામ તા.ટંકારા, હીન્દુભાઇ લાખાભાઇ સાટકા, રહે.-સખપર તા.ટંકારા અને પ્રવિણભાઇ વાલજીસભાઇ વેદાણી, રહે.હોળાયા તા.ગઢડા જી.બોટાદ, રહે હાલ-નેકનામ તા.ટંકારા જી.મોરબી વાળાને ઝડપી લઈ પૂછતાછ કરતા ચોરીમાં ગયેલ જીરૂ વેચાણાના રોકડા રૂપિયા 3,37,500 તથા લસણના બાચકા કાઢી આપ્યા હતા.વધુમાં ટંકારા પોલીસે ગુન્હામાં ઉપયોગમાં લીધેલ બે મહિન્દ્રા બોલેરો પિકઅપ રજી. નંબર જી.જે.-20-વી- 9168 તથા જી.જે.-10-ટીએક્સ4476 કિમત રૂપિયા 6 લાખ મળી કુલ રૂપિયા 10,12,500નો મુદ્દામાલ કબ્જે કરી પાંચેયને અટકાયતમાં લીધા હતા.