પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૬૪,૨૮૦ નો મુદામાલ કબ્જે કર્યો મોરબી : મોરબી તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબી તાલુકાના માણેકવાડા ગામમા આવેલ પટેલ સમાજની વાડીની દિવાલ પાસે જાહેરમા તીનપતીનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૬૪૨૮૦ નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા.૨૪ના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટાફે બાતમના આધારે મોરબી તાલુકાના માણેકવાડા ગામમા આવેલ પટેલ સમાજની વાડીની દિવાલ પાસે જાહેરમા ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા પ્રકાશભાઈ ધનજીભાઈ કોટડીયા, અતુલભાઈ છગનભાઈ દેત્રોજા, સંજયભાઈ છગનભાઈ દેત્રોજા, રમેશભાઈ ભીખાભાઈ દેત્ર્રોજા અને શૈલેષભાઈ છગનભાઈ દેત્રોજાને સ્થળ ઉપરથી રોકડા રૂ. ૬૪૨૮૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.