મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસે અત્રેના ખાત્રીવાડ વિસ્તારમાં આવેલી વઢવાણિયા શેરીમાંથી જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી લઈ રૂપિયા રૂ. ૧૨,૨૭૦ની રોકડ રકમ કબ્જે કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ સીટી એ ડિવઝન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ ચકુભાઇ દેવશીભાઇ કરોતરાને મળેલી બાતમીને આધારે પોલીસ ટીમે ખત્રીવાડ વઢવાણીયા શેરીમાં દરોડો પાડતા રમેશભાઇ મનહરલાલ સોલંકી, સુરેશભાઇ હરીલાલભાઇ રાણપરા, મનહરભાઇ નાનજીભાઇ પઢીયાર, લાલજીભાઇ ભાણજીભાઇ સોલંકી અને આશીફભાઇ દીલવારભાઇ પઠાણને રોકડા રૂપિયા ૧૨,૨૭૦ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..