મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સામાકાંઠા વિસ્તારમાં ઇન્દિરાનગર અને શક્તિનગરમાં જુગાર અંગેના બે અલગ અલગ દરોડામાં પાંચ જુગારીઓને પકડી પાડ્યા હતાપ્રાપ્ત વિગતો મુજબ સીટી બી ડિવિઝન પોલીસે મોરબીના ઇન્દિરાનગર નજીક મંગલમ વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા હાજીભાઈ ઉમરભાઈ જામ અને શાકિરઅલી રમજાનઅલી શેખને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2020 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં માળીયા હાઇવે ઉપર શક્તિ સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સાઉદીનભાઈ ઓસમાણભાઈ કટિયા, જુસબભાઈ મામદભાઈ મોવર અને ગુલામહુસેન અભરામભાઈ મોવરને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4,420 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.