મોરબી : મોરબી તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબીના ધરમપુર પાસે જાહેરમાં જુગાર રમતા પાંચને ઝડપી લીધા હતા. આ જુગારની રેડની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબી તાલુકાના ધરમપુર પાસે નદીના કાંઠે જાહેરમાં જુગાર રમતા અશોકભાઇ લખમણભાઇ જંજવાડીયા, નિલેશભાઇ ઉર્ફે અનિલ માવજીભાઇ જંજવાડીયા, અમિતભાઇ હરજીવનભાઇ ઉપસારીયા, અશ્વિનભાઇ રમેશભાઇ ઉપસારીયા, હિતેશભાઇ ચંદુભાઇ સાંચોલાને રોકડા રૂ. ૪,૧૩૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate