માળીયા : માળીયા પોલીસે ગઈકાલે માળીયાના કુંતાશી ગામે જાહેરમાં જુગાર રમતા પાંચને ઝડપી લીધા હતા. આ બનાવની માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા પોલીસ સ્ટાફે ગઈકાલે તા. ૧૪ના રોજ બાતમીના આધારે માળીયાના કુંતાશી ગામે જાહેરમાં જુગાર રમતા ચતુરભાઇ મનજીભાઇ બાબરીયા, ભરતભાઇ પ્રતાપભાઇ બાબરીયા, ભરતભાઇ પ્રતાપભાઇ બાબરીયા, કિશનભાઇ દેવજીભાઇ સોમાણી, વિજયભાઇ ઉર્ફે ભુપતભાઇ દેવાભાઇ નાટડાને રોકડા રૂપીયા ૧૫,૪૦૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate