હળવદ : હળવદ તાલુકાના ચુંપણી ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. હળવદ પોલીસ સ્ટેશનમાં પાંચેય શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 4ના રોજ ચુંપણી ગામની સીમમાં છન્નાભાઈ ધનાભાઈ કુંભાણીની વાડીની ઓરડીની બાજુમાં શેઢા પાસે લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા દુર્લભજીભાઈ મહાદેવભાઈ કાવર, પ્રહલાદભાઇ મનજીભાઈ ડાભી, હરેશભાઈ ચંદુભાઈ પાટડીયા, છન્નાભાઈ ધનાભાઈ કુંભાણી તથા રઘાભાઈ અમરશીભાઈ કારેલીયાને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 11,200 જપ્ત કરવામાં આવ્યા છે. અને આરોપીઓની અટકાયત કરી છે.