મોરબી : મોરબી જિલ્લામાં વરસાદી મૌસમમાં જુગારની મૌસમ ખીલી ઉઠી છે ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે આજે બાતમીના આધારે વાંકાનેર તાલુકાના મહીકા ગામેથી જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રૂપીયા-૧૫,૬૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૬ મળી કુલ મુદામાલ કી રૂ-૩૯,૬૦૦ના મુદામાલ સાથે પકડી લઈ વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ આજે જુગારની રેડ કરવા પ્રયત્નશીલ હોય દરમ્યાન પો.હેડ.કોન્સ ચમનભાઇ ચાવડા તથા પો.કોન્સ સંજયસિંહ જાડેજાનાઓએ મળેલ ખાનગી હકીકત આધારે વાંકાનેર તાલુકાના મહીકાના ઢાળ પાસે આવેલ સરકાર સર્વીસ સ્ટેશન નજીક જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતિ જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કુલ રોકડ રૂ.૧૫,૬૦૦/-તથા મોબાઇલ ફોન નંગ-૨૪,૦૦૦/ સાથે મળી કુલ મુદામાલ કી રૂ ૩૯,૬૦૦ સાથે આરોપીઓ રફીકભાઇ વલીમામદભાઇ બાદી, અયાઝભાઇ ઉસ્માનભાઇ માથકીયા, અકીલભાઇ માહમદભાઇ ચૌહાણ, ઇન્જામુલભાઇ હુસેનભાઇ માથકીયા, એસાનભાઇ અલીમામદભાઇ જુણેજાને ઝડપી લીધા હતા.