મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે માધાપર વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ આરોપીઓને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માધાપર શેરી નં.15 ના ખુણા પાસેથી જાહેરમાં જુગાર રમી રહેલા પંકજભાઇ હસમુખભાઇ લાંઘણોજા, દીપકભાઇ ચમનભાઇ લાંઘણોજા, શૈલેષભાઇ રવજીભાઇ મેરજા, ઇશ્વરભાઇ સવજીભાઇ લાંઘણોજા અને રમેશભાઇ ટપુભાઇ લાંઘણોજાને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા11,580 કબ્જે કરી પાંચેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.