ટંકારા : ગઈકાલે તા. 19ના રોજ ટંકારા પોલીસ દ્વારા ટંકારાના ઘુનડા (સ.) ગામમાંથી આરોપીઓ હસનભાઇ બરકતઅલી પજવાણી (ઉ.વ. ૩૬), દુર્લભજીભાઇ નરશીભાઇ પંચાસરા (ઉ.વ. ૪૫), કેશવજીભાઇ મોહનભાઇ બાવરવા, પ્રેમજીભાઇ ગેલાભાઇ જાદવ (ઉ.વ. ૪૪) તથા વજીરભાઇ શતરૂદિનભાઇ બગથરીયા (ઉ.વ. ૫૮ રહે. બધા ઘુનડા (સ), તા.જી.મોરબી) જાહેરમાં કુલ-રોકડ રૂ. ૨૦,૦૭૦/- સાથે તીનપતીનો હારજીતનો જુગાર રમી રમતા પકડી પાડવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે તેઓની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.