મોરબી : ગઈકાલે તા. 17ના રોજ મોરબી તાલુકા પોલીસ દ્વારા જુગારની રેઇડ દરમ્યાન બરવાળા ગામની સીમ, તળાવના કાંઠે, બાવળ નીચે રોકડ રકમ રૂ. 8,020 સાથે જુગાર રમતા પાંચ શખ્સો પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં પરબતભાઈ જગાભાઈ હુણ (ઉ.વ.૫૧, ધંધો.ખેતી, રહે.બરવાળા), વિપુલ બધાભાઈ ખાંભલા (ઉ.વ.૩૦, ધંધો.ખેતી, રહે.બરવાળા), દિલીપભાઇ મોહનભાઈ કુઢીયા (ઉ.વ.૫૬, ધંધો.-મજુરી, રહે. નવી રેલ્વે કોલોની, તા.જી.મોરબી), વિશાલ કાતીભાઈ થારુકીયા (ઉ.વ.૧૯, ધંધો.મજુરી, રહે.બરવાળા) તથા રાણાભાઈ રતાભાઈ ખાભલા (ધંધો.પશુપાલન, ઉ.વ.૩૬, રહે.બરવાળા)નો સમાવેશ થાય છે. પોલીસે પાંચેય આરોપીઓની જુગારધારા કલમ હેઠળ અટકાયત કરવામાં આવી હતી.