મોરબી : મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક વરલી મટકાનો જુગાર ચાલતો હોવાની બાતમીને આધારે પોલીસે બે અલગ અલગ કાર્યવાહીમાં પાંચ શખ્સોને ઝપટે લીધા હતા. વરલી મટકાની પ્રથમ કાર્યવાહીમાં એ ડિવિઝન પોલીસે જુના બસ સ્ટેન્ડ નજીક ચામુંડા ચા વાળી શેરીમાંથી સોયબ ઓસમાણભાઇ નકુમ, કબીરશા અલીશા કાદરી અને સલીમ ઉર્ફે ડાડો નેકમામદભાઇ ભટીને વર્લીફીચરના આંકડા લખી જુગાર રમતા ઝડપી લઈ મોબાઇલ ફોન નંગ-2 કિ.રૂ.5000 તથા રોકડ રૂ.4000 મળી કુલ રૂ.9000નો મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે બીજી કાર્યવાહીમાં પોલીસે જુના બસસ્ટેન્ડ નજીકથી મનસુખભાઇ કરમશીભાઇ પરમાર અને જાવીદ નેકમામદ ભટ્ટીને રૂપિયા 1700ની રોકડ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..