મોરબી : મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ગઇકાલે તારીખ 14ના રોજ પાંચ સેવાભાવી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા અલગ-અલગ વિભાગોમાં સેવા બજાવી મોરબીનું નામ રોશન કરનાર પંચરત્ન સેવાધારીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ હોટેલ સુરતી ઢોસા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં હસીનાબેન બશીરભાઈ લંધા, શ્રી ટી. પટેલ, તેજસભાઈ એમ. બારા, સંજયભાઈ મહિપતલાલ શેઠ, હિતેશભાઈ બાબુલાલ રામાવતનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય અને એનથમ ગાઈને શરૂ કરવામાં આવ્યો હતો. અને આ પંચરત્ન સેવાધારીઓને પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી તેમજ સર્ટીફીકેટ તથા ચાંદીની ગીની આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે સ્વરુચિ ભોજન લઈ સૌ છુટા પડ્યા હતા. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..