મોરબી જિલ્લામાં ત્રણ બાળક સહિત પાંચના સેમ્પલ લેવાયા હળવદમાં 2 ,વાંકાનેરના 2 ના રાજકોટ સિવિલ અને એક મોરબી સિવિલમાં સેમ્પલ લેવાયા મોરબી : મોરબીમાં ગઈકાલે બુધવારે ચાર લોકોને લેવાયેલા સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.ત્યારે આજે મોરબીમાં વધુ પાંચ કોરોનાના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે.જેમાં એક વર્ષના બાળકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.જોકે અન્ય ચાર લોકોના સેમ્પલ રાજકોટ હોસ્પિટલમાં લેવાયા છે. મોરબીના મચ્છોનગરમાં રહેતા એક પરિવારનો એક વર્ષના માસુમ બાળકને આજે સાંજના સમયે કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા આ બાળકને તુરત જ મોરબીની સિવિલ હોસ્પિટલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે અને આ બાળકના સેમ્પલ લઈને રિપોર્ટ માટે જામનગર મોકલવામાં આવ્યા છે.તેમજ હળવદના ભલગામડાના 24 વર્ષના યુવાન ,હળવદ જીઆઇડીસી વિસ્તારના 20 વર્ષના યુવાનના અને વાંકાનેરના સિંધાવદર ગામના બે વર્ષના બાળકના તેમજ વાંકાનેરના ગાંગીયાવદર ગામની 10 મહિનાની બાળકીના સેમ્પલ લઈને રાજકોટ હોસ્પિટલમાં રીપોર્ટ માટે મોકલાયા છે.આ પાંચેય વ્યક્તિઓના રિપોર્ટ કાલ સુધીમાં આવી જશે .અત્રે ઉલ્લેખનીય છે કે ,ગઈકાલે મોરબી જિલ્લામાં કુલ ચાર લોકોના સેમ્પલ લેવાય હતા અને આ ચારેયને આજે રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 108 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં એક પોઝીટીવ તેમજ 102 લોકોના સેમ્પલ નેગેટીવ આવ્યા છે અને આજના લેવાયેલ 5 સેમ્પલના રીપોર્ટ પેન્ડિંગ છે