વાંકાનેર : વાંકાનેર તાલુકાના સત્તાપર ગામે તાલુકા પોલીસે રેઇડ પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા છે. વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને મળેલ ખાનગી હકીકત આધારે વાંકાનેર તાલુકાના સતાપર ગામમાં કન્ડેશ્વર મહાદેવના જવાના મંદિર તરફ જવાના રોડ પર આવેલ કાળુભાઇ હરજીભાઇના મકાન નજીક જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વડે જુગાર રમતા પાંચ ઇસમો પકડાયા છે. પોલીસે રેઇડ દરિયાન કુલ રોકડ રૂ. 15,200 જપ્ત કર્યા છે. પોલીસે ગોરધનભાઇ ઉર્ફે રમેશભાઇ સઓ કરશનભાઇ ધોરીયા (ઉ.વ. ૩૫), અબ્દુલભાઇ અલીભાઇ બાવસ (ઉ.વ-પ૪), યોગેશભાઇ ધીરૂભાઇ મકવાણા (ઉ.વ.૩૦) રવજીભાઇ કાનાભાઇ સાપરા (ઉ.વ.૩૨), જીતેન્દ્રભાઇ વીનુભાઇ બાવળીયા (ઉ.વ.૨૫)ને પકડીને જુગારધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરીમાં આર.એ.જાડેજા - પો.સબ.ઇન્સ વાંકાનેર તાલુકા, મયુરધ્વજસિંહ જાડેજા તથા જુવાનસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ. હરીચન્દ્રસિંહ ઝાલા તથા મુકેશભાઇ જીલરીયા તથા લોકરક્ષક જગદીશભાઇ ઞાબુ તથા સંજયસિંહ જાડેજા તથા અજયસિંહ ઝાલા રોકાયેલ હતા. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..