માળિયા (મિયાણા) : મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે મોટા દહીસરા ગામે જુગારની રેડ કરી હતી. આ સફળ રેડમાં પોલીસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને પકડી પાડ્યા છે.બાતમીના આધારે પોલીસે મોટા દહીસરા ગામમાં ખોજાવાસ વાળી શેરી, બોરડીવાસમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ઇસમો પર રેડ કરી હતી. આ કાર્યવાહીમાં પોલીસે પાંચ આરોપીઓને પકડી પાડ્યા છે. જેમાં (1) લક્ષમણગીરી ભિખુગીરી ગોસાઇ (2) મનસુખલાલ ઉર્ફે મનુભા લાભુભા ગઢવી (3) હરપાલસિંહ નવુભા જાડેજા (4) રામદેવસિંહ સુખદેવસિંહ જાડેજા (દરબાર) (5) સામતભાઈ ભિખાભાઈ બાંભવા તમામ રહે. મોટા દહીસરાનો સમાવેશ થાય છે. પોલીસે આ આરોપીઓ પાસેથી ગંજીપાનાના ૫૨ પાનાં તથા રોકડા રૂપિયા ૧૦,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MaliyaMiyana #MorbiPolice #MotaDahisara #GamblingRaid #CrimeNews #GujaratPolice