બે જેસીબી જપ્ત, ફોરેસ્ટ ઓફિસરો દ્વારા કાર્યવાહી હળવદ : હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે જંગલમાં ગેરકાયદે વૃક્ષ કાપતા પાંચ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. તેમજ બે જેસીબી જપ્ત કરવામાં આવ્યા છે. મોરબી વન વિભાગ દ્વારા હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે જેસીબી વડે જંગલમાં વૃક્ષો કાપવાની બાતમી મળતા નાયબ વન સંરક્ષક અમીનભાઈના માર્ગદર્શનથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર બી. આર. મકવાણા, ફોરેસ્ટર જયરાજ વાળા, ડામોર ફોરેસ્ટર જીલુભાઈ ડાંગર અને હરેશભાઇ સોનગરા હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે જંગલમાં તાત્કાલિક દોડી ગયા હતા. ત્યારે જંગલમાં ગેરકાયદે વૃક્ષ કાપતા રાજેશભાઈ ગેલાભાઈ (રહેવાસી બાઇસાબગઢ), રમતુભાઈ નાનુભાઈ (રહેવાસી હળવદ), મનસુખભાઈ ગોવિંદભાઈ (રહેવાસી બાઇસાબગઢ), જેકમ આસુદિન ખાન (રહે ધનેટા) અને ઇમરાનખાન સમશેરખાન (રહે. નોગાંવ)ને પકડી પાડવામાં આવ્યા હતા. તેમજ JCB નંબર GJ-12-BJ-4507 અને GJ-08-AL-0406 (અંદાજે રૂ. 28,00,000)નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ પાંચેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય વન અધિનિયમ 1927ની કલમ 26 (1) (ધ )(ઝ ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.