મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે વાવડી નજીક આવેલ જેક્સવિલા સોસાયટીમાં દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા ત્રણ મહિલા સહિત પાંચ જુગારીઓને ઝડપી લીધા હતા.પોલીસે દરોડા દરમિયાન બનાવ સ્થળેથી આરોપી (૧) અરવીંદભાઇ અવધેશભાઇ તીવારી, રહે. રંગપર, પારકોસ કંપની, મોરબી (૨) ક્રિષ્નાભાઇ બલદાવ શુકલા, રહે. રંગપર પારકોસ કંપની (૩)સોનલબેન ઉર્ફે સંગીતાબેન કરશનભાઇ કાથરાણી, રહે. વાઘરવા તા.માળીયા (૪) મેરૂનબેન સલીમભાઇ પંજવાણી, રહે.મોરબી, સામાકાંઠે આનંદનગર સોસાયટી અને આરોપી (૫) સરોજબેન રાજેશભાઇ પરમાર, રહે. નાની વાવડી,જેકસ વિલા સોસાયટી વાળાઓને રોકડા રૂપિયા ૧૨,૭૦૦ સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.