મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગરમાંથી જુગારધામ ઝડપી પાડ્યું છે. જેમાં પાંચ શખ્સોને રૂ. 13,250ની રોકડ સાથે ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન. પરમારના નેતૃત્વ હેઠળ પેટ્રોલિંગ કરી રહેલા સર્વેલન્સ સ્ટાફને કોન્સ્ટેબલ રાજપાલસિંહ જાડેજા દ્વારા મળેલી બાતમીના આધારે, મોરબી-૨, મહેન્દ્રનગર સ્થિત શીતળામાતા મંદિરની બાજુમાં જાહેરમાં રેઇડ કરવામાં આવી હતી.આ રેઇડ દરમિયાન કુલ પાંચ આરોપીઓ – આકાશભાઈ ગોપાલભાઈ કુંડિયા (ઉ.વ. ૨૩), અશ્વિનભાઈ ગોપાલભાઈ કુંડિયા (ઉ.વ. ૧૯), ગણપતભાઈ માનસિંગભાઈ હળવદિયા (ઉ.વ. ૪૮), નરેનભાઈ સંતોષભાઈ જાટવ (ઉ.વ. ૩૨) અને મહેશભાઈ દિનેશભાઈ પરસવાણી (ઉ.વ. ૩૫) – ને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ગંજીપાનાના પત્તા અને રોકડા રૂ.13,250 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે જુગાર ધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન. પરમાર, હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ ડાંગર, વિજયભાઈ બાર, રાજેશભાઈ ડાંગર, સંજયભાઈ રાઠોડ, હિતેશભાઈ મકવાણા, તથા કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ઝાલા, વિપુલભાઈ બાલસરા, ભાવેશભાઈ કાંટા, રાજપાલસિંહ જાડેજા, દેવાયતભાઈ રાઠોડ અને પ્રિયંકાબેન પૈજા સહિતના સ્ટાફે સરાહનીય કામગીરી બજાવી હતી.