ગઈકાલે હળવદમાં 2 ,વાંકાનેરના 2 અને રાજકોટ સિવિલમાં એક અને બે મોરબીમાં સેમ્પલ લેવાયા હતા મોરબી : મોરબીમાં ગઈકાલે ગુરુવારે વધુ છ કોરોનાના શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા. જેમાંથી પાંચ લોકોના રિપોર્ટ નેગેટિવ આવી ગયા છે. જ્યારે રાજકોટ સારવારમાં રહેલા 10 મહિનાના બાળકનો રિપોર્ટ હવે જાહેર થશે. મોરબી જિલ્લામાં ગઈકાલે મોરબીના મચ્છોનગરમાં રહેતા એક પરિવારનો એક વર્ષના માસુમ બાળકને ગઈકાલે સાંજના સમયે કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા આ બાળકને તુરત જ મોરબીની સિવિલ હોસ્પિટલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ 42 વર્ષના મહિલા જ્યારે હળવદના ભલગામડાના 24 વર્ષના યુવાન અને હળવદ જીઆઇડીસી વિસ્તારના 20 વર્ષના યુવાનના અને વાંકાનેરના સિંધાવદર ગામના બે વર્ષના બાળકના તેમજ વાંકાનેરના ગાંગીયાવદર ગામની 10 મહિનાની બાળકી સહિત છના સેમ્પલ લઈને રીપોર્ટ માટે મોકલાયા હતા. જેમાં રાજકોટ સારવારમાં રહેલ વાંકાનેરના ગાંગિયાવદરના 10 મહિનાના બાળક સિવાયના અન્ય પાંચેય વ્યક્તિઓના રિપોર્ટ આજે નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે. જ્યારે પેન્ડિંગ રહેલા રિપોર્ટમાં રાજકોટ સારવારમાં રહેલા વાંકાનેરના 10 મહિનાના બાળકનો રિપોર્ટ હવે જાહેર થશે. મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 109 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં એક પોઝીટીવ તેમજ 107 લોકોના સેમ્પલ નેગેટીવ આવ્યા છે. જ્યારે એક પેન્ડિંગ છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/