આરોપી પાસેથી 3 હથિયાર અને 13 જીવતા કાર્ટૂસ કબ્જે કર્યા હજુ 3 આરોપીઓ ફરાર મોરબી : મોરબીના ચકચારી મહમદ હનીફ કાસમાણી ઉર્ફે મમુદાઢી પર સરાજાહેર અંધાધૂંધ ફાયરીગ કરી હત્યા કરવાના પ્રકરણમાં પોલીસે વધુ પાંચ આરોપીઓને દબોચી લીધા છે. આ પાંચેય આરોપીઓના કોર્ટે 30મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે ગત તા.7 સપ્ટેમ્બરે રાજકોટ તરફથી વ્યવહારિક કામ પતાવી ફોર્ચ્યુનર કારમાં પરત આવી રહેલ મહમદ હનીફ કાસમાણી ઉર્ફે મમુદાઢી અને તેમની સાથે રહેલા લોકોને આંતરી આરોપી રફીકભાઇ રજાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફે બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, ઇરફાનભાઇ યારમામદ બ્લોચ, રમીજભાઇ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમા, એજાજ આમદભાઇ ચાનીયા અને અજાણ્યા ચારેક ઈસમોએ ધાણીફૂટ ગોળીબાર કરવાની સાથે ધોકા, પાઇપ સહિતના હથિયારો લઈને તૂટી પડી મમુદાઢીની હત્યા કરી નાખી હતી. ચકચારી હત્યા કેસમાં પોલીસે અગાઉ મુખ્ય સૂત્રધાર ગણાતા રફીકભાઈ રજાકભાઈ માંડવિયા સહિત પાંચ આરોપીઓને ઝડપીને જેલહવાલે કર્યા હતા. ત્યારે પોલીસને વધુ પાંચ આરોપીને ઝડપી લેવાની સફળતા મળી છે. જેમાં મમુદાઢી હત્યા કેસમાં ફરાર રહેલા બાકીના આરોપીઓ રાજકોટથી જૂનાગઢ જવાના હોવાની બાતમીના આધારે મોરબી પોલીસે ગોંડલ ચોકડી પાસેથી આરોપીઓ ઇમરાન ઉર્ફે બોટલ હનીફભાઈ ચાનિયાં, અસલમ ઉર્ફે ટાવર અકબરભાઈ કલાડિયા, રમીજ હુસેનભાઈ ચાનિયા, કૌશલ ઉર્ફે કવો રમેશભાઈ રામાનુજ, સુનિલ ઉમેશભાઈ સોલંકીને ઝડપી લીધા હતા. પોલીસે આ પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના 30મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. આ સાથે પોલીસે આરોપી પાસેથી 3 હથિયાર અને 13 જીવતા કાર્ટૂસ કબ્જે કર્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..