આરોપીઓ રાજકોટથી જૂનાગઢ ભાગે તે પહેલાં ગોંડલ ચોકડી પાસેથી દબોચી લેવાયા મોરબી : મોરબીના ચકચારી મહમદ હનીફ કાસમાણી ઉર્ફે મમુદાઢી પર સરાજાહેર અંધાધૂંધ ફાયરીગ કરી હત્યા કરવાના પ્રકરણમાં પોલીસે અગાઉ મુખ્ય સૂત્રધાર ગણાતા રફીકભાઈ રજાકભાઈ માંડવિયા સહિત પાંચ આરોપીઓને ઝડપીને જેલહવાલે કર્યા હતા. ત્યારે આ હત્યા કેસમાં પોલીસે વધુ પાંચ આરોપીઓને દબોચી લીધા હતા. જો કે કુલ 13 આરોપીઓ સામે હત્યાનો ગુન્હો નોંધાયો હતો. જેમાંથી હવે 3 આરોપીઓ ફરાર છે. મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે ગત તા.7 સપ્ટેમ્બરે રાજકોટ તરફથી વ્યવહારિક કામ પતાવી ફોર્ચ્યુનર કારમાં પરત આવી રહેલ મહમદ હનીફ કાસમાણી ઉર્ફે મમુદાઢી અને તેમની સાથે રહેલા લોકોને આંતરી આરોપી રફીકભાઇ રજાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફે બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, ઇરફાનભાઇ યારમામદ બ્લોચ, રમીજભાઇ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમા, એજાજ આમદભાઇ ચાનીયા અને અજાણ્યા ચારેક ઈસમોએ ધાણીફૂટ ગોળીબાર કરવાની સાથે ધોકા, પાઇપ સહિતના હથિયારો લઈને તૂટી પડી મમુદાઢીની હત્યા કરી નાખી હતી. ચકચારી હત્યા કેસમાં પોલીસે અગાઉ મુખ્ય સૂત્રધાર ગણાતા રફીકભાઈ રજાકભાઈ માંડવિયા સહિત પાંચ આરોપીઓને ઝડપીને જેલહવાલે કર્યા હતા. ત્યારે પોલીસને વધુ પાંચ આરોપીને ઝડપી લેવાની સફળતા મળી છે. જેમાં મમુદાઢી હત્યા કેસમાં ફરાર રહેલા બાકીના આરોપીઓ રાજકોટથી જૂનાગઢ જવાના હોવાની બાતમીના આધારે મોરબી પોલીસે ગોંડલ ચોકડી પાસેથી આરોપીઓ ઇમરાન ઉર્ફે બોટલ હનીફભાઈ ચાનિયાં, અસલમ ઉર્ફે ટાવર અકબરભાઈ કલાડિયા, રમીજ હુસેનભાઈ ચાનિયા, કૌશલ ઉર્ફે કવો રમેશભાઈ રામાનુજ, સુનિલ ઉમેશભાઈ સોલંકીને ઝડપી લીધા હતા. પોલીસે આ પાંચેય આરોપીઓને મોરબી ખાતે લાવી વિધિવત ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..