વાંકાનેર : વાંકાનેરના અદેપર ગામે ગાળો બોલવાની ના પાડતા વૃદ્ધને પાંચ શખ્સોએ લોખંડના પાઈપથી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વૃદ્ધના પૌત્રએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અદેપર ગામના જયસુખભાઇ નારણભાઇ સતવાણી ઉ.વ. 22એ ફરિયાદ નોંધાવી હતી કે દલસુખ ઉર્ફે દલો નરશીભાઇ, અજય ઉર્ફે બાદશાહ અનુભાઇ મેર, અનુ ઉર્ફે અનકો મીઠાભાઇ મેર, રમેશભાઇ રઘુભાઇ મકવાણા, ભરતભાઇ ધીરૂભાઇ વાટીયા ઘર પાસે ગાળો બોલી રહ્યા હતા. ત્યારે તેમના દાદાએ ગાળો બોલવાની ના પાડતા આ શખ્સોએ દાદાને લોખંડના પાઇપથી માર મારી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..