હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુર નજીક ગત તા.16ના રોજ રાત્રીના સમયે ફરિયાદી બાબુભાઇ વેલજીભાઈ પરમાર રહે.ગોરી દરવાજા, હળવદ વાળાની રીક્ષાને સામેથી આવી રહેલ જીજે - 01 - એચવાય- 1263 નંબરના કાર ચાલકે જોરદાર ટક્કર મારતા ફરિયાદી બાબુભાઇ તેમજ રીક્ષામાં બેઠેલા સાહેદ અર્જુનભાઇ, મોનુભાઈ દેવભાઈ તેમજ ક્રિષ્નાભાઈ નામના મુસાફરોને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોચી હતી.અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક કાર મૂકી નાસી ગયો હતો.બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.