નંબર પ્લેટ વગરની લાલ થારમાંથી 500 લીટર દેશી દારૂ મળ્યો: 12 લાખનો મુદ્દામાલ જપ્ત, 2 આરોપી વોન્ટેડ જાહેર મોરબી અપડેટ: મોરબી તાલુકા પોલીસે લાલપર ગામ પાસે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પરથી એક લાલ કલરની નંબર પ્લેટ વગરની મહિન્દ્રા થાર કારમાંથી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કારમાં સવાર 5 શખ્સોની ધરપકડ કરી કુલ 12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.વિગત મુજબ, પોલીસને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જેમાં શંકાસ્પદ કારની તલાશી લેતા તેમાંથી પાસ પરમિટ વગરનો દારૂ મળી આવ્યો હતો, પોલીસે કારમાં સવાર વિર ઉર્ફે વિરુ હિતેષભાઈ રાઠોડ (રહે. કુલીનગર 1, વીસીપરા), અજય દિલીપભાઈ દારોદ્રા (રહે. વીસીપરા), દેવરાજભાઈ નારણભાઈ બોહટીયા (રહે. વી.સી.પરા), નવઘણભાઈ ધનાભાઈ સાંતોલા (રહે. ભદીયાદ) અને જીવણભાઈ રમેશભાઈ ભોજવીયા (રહે. વી.સી.પરા, મૂળ સોખડા) ની અટકાયત કરી છે.પોલીસે સ્થળ પરથી 1 લાખની કિંમતનો 500 લીટર દેશી દારૂ, 10 લાખની થાર કાર અને 1 લાખની કિંમતના 5 મોબાઈલ ફોન મળી કુલ 12,00,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો મોકલનાર તરીકે ચોટીલાના ફરીદાબેન જયંતીભાઈ ચૌહાણ અને માલ મંગાવનાર તરીકે મોરબીના સલીમ ઉર્ફે રાહુલભાઈ પઠાણનું નામ ખુલતા પોલીસે આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiPolice #CrimeNews #LiquorSeized #Lalpar #TharCar